Latest 100+ Good Morning Quotes in Gujarati- 2023

Good Morning એ સકારાત્મક નોંધ પર દિવસની શરૂઆત કરવાની એક અદ્ભુત તક છે. પ્રેરણાદાયી અવતરણો વાંચવા અથવા શેર કરવા જેવા સરળ હાવભાવ આપણા આત્માને ઉત્તેજીત કરી શકે છે. આ લેખમાં, અમે Good Morning Quotes in Gujarati અવતરણોનો સંગ્રહ તૈયાર કર્યો છે જે હકારાત્મકતા, પ્રેરણા અને પ્રેરણાથી ભરપૂર છે. તમે તમારા પોતાના દિવસની શરૂઆત કરવા માંગો છો અથવા કોઈના ચહેરા પર સ્મિત લાવવા માંગો છો, આ અવતરણો સૂર્યપ્રકાશના કિરણ તરીકે સેવા આપશે. ચાલો Good Morning Quotes in Gujarati અવતરણોની દુનિયામાં ડૂબકી લગાવીએ અને દરેક નવા દિવસની સુંદરતાને સ્વીકારીએ!

Good morning quotes in gujarati:- હેલો મિત્રો www.anilganvit.in ના નવા સ્ટેટસ અને હિન્દી શાયરી કલેક્શનમાં આપનું સ્વાગત છે. મિત્રો, આ પોસ્ટમાં અમે Good morning quotes નું નવું કલેક્શન લાવ્યા છીએ.અમને વિશ્વવાસ છે કે તમને Good morning quotes in gujarati નો અમારો શ્રેષ્ઠ સંગ્રહ ગમશે |

ગુજરાતી શુભ સવાર સુવિચાર 2023 | Good Morning Quotes in Gujarati with images

ઉગતો સૂર્ય અને દોડતા ઘોડાના પોસ્ટરથી પ્રગતિ નથી થતી સાહેબ, પ્રગતિ માટે આપણે સૂર્ય ઉગે એ પહેલા ઉઠીને દોડવું પડે છે !!

Good-morning-quotes-in-gujarati

વિદાઈ હંમેશા કષ્ટદાયક હોય છે, એ પછી ઘરના આંગણેથી હોય કે પછી કોઈના હૃદયના બારણેથી હોય !!

જિંદગીમાં દરેક દુઃખનો સામનો હસતાં હસતાં કરો, કારણ કે રાત્રી ગમે તેટલી લાંબી હોય, પરંતુ વહેલી સવારે સૂર્યના કિરણો અજવાળું લઈને આવે જ છે !! ચાલો સાથે મળીને ભગવાનના વારસ બની જઈએ, શરત બસ એટલી છે કે સૌ પ્રથમ માણસ બની જઈએ !!

Good morning motivation quotes in gujarati 2023

જીવનની બાજીમાં જ્યારે દરેક પાસા અવળા પડે, ત્યારે જિંદગીને આપી દેવામાં નહીં રમી લેવામાં મજા છે !

સંબંધોનુ ક્ષેત્રફળ પણ ખરુ છે, લોકો લંબાઈ અને પહોળાઈ માપે છે પણ ઊંડાઈ તો કોઈ જોતુ જ નથી !! =:- શુભ સવાર-:=

સુંદર ચહેરો એ ભગવાને આપેલી ભેટ છે, પરંતુ સુંદર હૃદય હોવું એ ભગવાનના આશીર્વાદ છે !! ?શુભ સવાર ||

Good-morning-quotes

આપણે આપણું ધારેલું કરી શકીએ એ આપણી “હોંશિયારી”, લોકો એમનું ધારેલું આપણી સાથે ન કરી જાય એ આપણું “મનોબળ” !! =====:-શુભ સવાર-:=====

આટલી ઈચ્છા તો કરોડો રૂપિયા પામવાની પણ નથી થતી, જેટલી ઈચ્છા નાનપણનો ફોટો જોઇને નાનપણમાં જવાની થાય છે !! ?શુભ સવાર||

Good morning સુવિચાર gujarati text 2023

“વાણી”માં પણ કેવી “અજબ” શક્તિ હોય છે સાહેબ, “કડવું” બોલનારનું “મધ” વેચાતું નથી અને “મીઠું” બોલનારના “મરચા” પણ વેચાઈ જાય છે !! ?શુભ સવાર||

પ્રાર્થના કરે ત્યારે મને પણ બોલાવી લેજો , બંને મળીને એક – બીજાને માગી લઈ શુ .

ફરી ગરમ કરેલી ચા અને સમાધાન કરેલા સંબંધમાં, ક્યારેય પહેલા જેવી મીઠાશ નથી હોતી !! શુભ સવાર

જે લોકો તમને પસંદ નથી કરતા તેની સામે હંમેશા ખુશ રહો કારણ કે , ‘ ” તમારી ખુશી એ વ્યક્તિઓ ને ખતમ કરી નાખશે .

એક ભૂલ તમારો અનુભવ વધારે છે , ‘ જ્યારે એક અનુભવ ‘ તમારી ભૂલો ઓછી કરે છે

બાળપણ એ પ્રભુએ આપેલી અણમોલ ભેટ છે, જેની સાચી કદર માણસને ઘડપણમાં થાય છે !! શુભ સવાર

જેમ જેમ નામ તમારું ઉંચુ થાય તેમ તેમ શાંત ૨હેતા શીખો , ‘ કારણ કે અવાજ હંમેશા ‘ સિક્કાઓ ‘ કરે છે , ‘ નોટો ‘ નહિ

માનવી તો માફ કરતો હોવો જોઈએ, સજા આપવા તો ભગવાન બેઠો છે !! શુભ સવાર

આશીર્વાદના ભલે કોઈ રંગ નથી હોતા, પણ આશીર્વાદ રંગ જરૂરથી  લાવે છે !! ?શુભ સવાર

સારી વ્યક્તિ પસંદ નહીં કરો તો ચાલશે, પરંતુ એવી વ્યક્તિને પસંદ કરો જે તમને વધુ સારી વ્યક્તિ બનાવે !! શુભ સવાર

Good morning gujarati suvichar 

તું મણકા બદલ કે પછી આખેઆખી માળા બદલ, પરિણામ ત્યારે જ આવશે જ્યારે તું મનમાં રહેલા વિચાર બદલ !!  શુભ સવાર!!

એ જ વ્યક્તિ સફળ છે આ દુનિયામાં સાહેબ, જે અન્યો દ્વારા મારવામાં આવેલી ઈંટનો ઉપયોગ કરી મકાન ચણી નાખે !! શુભ સવાર!!

પોતાની ભૂલ કબુલ કરી લેવાથી બે વસ્તુ થાય, આત્માને હળવાશ થાય અને સંબંધ ટકી જાય !! શુભ સવાર!!

Good-morning-gujarati-suvichar

છુટા પડતી વખતે પગ ઉપડવો જ ના જોઈએ, મુલાકાતમાં એટલો વજન તો હોવો જ જોઈએ !! શુભ સવાર

Gujarati good morning messages 

રુદ્રાક્ષનો મણકો હોય કે માનવી સાહેબ, એક મુખવાળો જો મળી જાય તો બેડો પાર !!  શુભ સવાર

સમય મુશ્કેલ અને ધારદાર આવે તો પણ ટકી રહેજો સાહેબ, યાદ રાખજો ખરબચડા જોડે ઘસાવાથી જ લીસું થવાય છે !! શુભ સવાર!!

બહુ ખાસ હોય છે એ લોકો, જેની પાસે સમય ના હોવા છતાં થોડોક સમય આપણને આપે છે !! શુભ સવાર!!

જીવનમાં જ્યાં સુધી ખરાબ માણસોનો અનુભવ ના થાય, ત્યાં સુધી સારા માણસોની કદર નથી થતી !! શુભ સવાર

સ્વાર્થી માણસ આપણી નજીક આવે પછી ખ્યાલ આવે છે કે એ સ્વાર્થી છે , ‘ પરંતુ નિશ્વાર્થ માણસ આપણા થી દૂર જાય પછી જ ખ્યાલ આવે કે એ નિશ્વાર્થ હતો .

ભલે અનુભવે માણસ ઘણું શીખી જાય છે, પરંતુ કુદરત પણ ક્યારેક નવી બાજી રમી જાય છે !! શુભ સવાર!!

ફોટામાં સારા દેખાવા માટે કોઈ ફિલ્ટરની જરૂર નથી, એના માટે તો ખાલી નાનકડી સ્માઈલ જ કાફી છે !! શુભ સવાર!!

ગુજરાતી સુવિચાર text 2023   

આ જ જિંદગીની રમત છે સાહેબ, પવન કરતા વધારે માણસો ફરે છે !! શુભ સવાર!!

માટલું પણ જોવે છે આજકાલ, કેટલા સહેલાઈથી ફૂટી જાય છે માણસો !! શુભ સવાર!!

Good morning images gujarati suvichar / quotes

કોઈ મારું ખરાબ કરે એ એનું કર્મ, હું કોઈનું ખરાબ ના કરું એ મારો ધર્મ !! શુભ સવાર!!

લગાવીને ગોળ કોણીએ દોડાવે છે જિંદગી, હજી જીભ અડે ત્યાં ડાયાબીટીસ બતાવે છે જિંદગી !! શુભ સવાર

પાણીમાં તેલનું ટીપું પડે ને ભળે નહીં એને સંપર્ક કહેવાય, પાણીમાં દૂધનું ટીપું પડે ને ભળી જાય એને સંબંધ કહેવાય !! શુભ સવાર!!

લોકો આજકાલ પોતાના દુઃખથી નહીં, બીજાના સુખથી વધુ દુઃખી હોય છે !! શુભ સવાર

કોઈના વગર કંઈ અટકતું નથી, પણ અધૂરું જરૂર રહે છે હો સાહેબ !! શુભ સવાર!!

લોકો સુખની ચાવી શોધે છે, પણ સવાલ એ છે કે સુખને તાળું માર્યું કોણે ? ?શુભ સવાર

તમારી ખુશીઓમાં એ લોકો હાજર હશે જે તમને ગમે છે, પણ તમારા દુઃખમાં એ લોકો હાજર હશે જેને તમે ગમો છો !! શુભ સવાર

માણસના પતનની શરૂઆત ત્યારે જ થાય, જયારે પોતાનાઓને પછાડવા માટે એ પારકાની સલાહ લેતા થાય !! શુભ સવાર

કદર ના કરો એટલે ઉપરવાળો છીનવી જ લે છે, પછી ભલે એ કોઈ વ્યક્તિ હોય કે પછી સમય !! ?શુભ સવાર

નાદાન લોકો જ જીવનનો પૂરેપૂરો આનંદ લેતા હોય છે, વધારે બુદ્ધિશાળી લોકોને તો મુશ્કેલીમાં જ જોયા છે !! શુભ સવાર

બહુ ખાસ હોય છે એ લોકો, જે તમારા અવાજ પરથી તમારા સુખ કે દુઃખનો અંદાઝ લગાવી લે છે !! શુભ સવાર

જીવન સારું કહેવાય જ્યારે આપણે જીવનમાં ખુશ હોઈએ, પણ શ્રેષ્ઠ જીવન એને કહેવાય જયારે લોકો આપણાથી ખુશ હોય !! શુભ સવાર

ક્યારેક સામે ચાલીને કોઈને યાદ કરી લેજો, ઘણા સંબંધો અટકી ગયા છે કે શરૂઆત કોણ કરે !! શુભ સવાર

આવો પણ આવશે સમય નહોતી ખબર, માણસને માણસનો જ ડર લાગશે નહોતી ખબર !! શુભ સવાર

જીવનમાં જો તમારી પાછળ બોલનારા નહીં હોય, તો તમે ક્યારેય આગળ નહીં વધી શકો સાહેબ !! શુભ સવાર

સુવિચાર ગુજરાતી માં 2023

જયારે કોઈપણ કાર્યમાં તમારો ભાવ નિર્દોષ હોય, ત્યારે ઈશ્વર પણ હંમેશા તમારી સાથે હોય છે !! શુભ સવાર

પીપળાના પાનથી શરુ થતી જિંદગી તુલસીના પાન પર અટકે, આ બંને વચ્ચેના સમયમાં જિંદગી કેટકેટલું ભટકે !! શુભ સવાર

સાચા સંબંધ એક સારા પુસ્તક જેવા હોય છે, કેટલું પણ જુનું થઇ જાય ક્યારેય શબ્દો નથી બદલાતા !! શુભ સવાર

ફક્ત એવા લોકો સાથે ન રહેવું જે તમને ખુશ કરે છે, થોડો સમય એવા લોકો સાથે પણ રહેવું જે તમને જોઇને ખુશ થાય છે !! શુભ સવાર

જ્યાં સુધી કિસ્મતનો સિક્કો હવામાં છે ત્યાં સુધી નિર્ણય લઇ લો, કારણ કે જયારે એ નીચે પડશે એનો પોતાનો નિર્ણય સંભળાવી દેશે !! શુભ સવાર

એક સમય હતો જયારે વિચારતા કે આપણો પણ એક સમય આવશે, અને એક આ સમય છે કે જેમાં વિચાર આવે કે શું એ સમય હતો !! શુભ સવાર!!

અમુક લોકો નામ તો અમુક લોકો પૈસા કમાય છે, બહુ થોડા હોય છે જે લોકોના દિલમાં જગ્યા કમાય છે !! શુભ સવાર!!

જીદ તમારી આપોઆપ ઓછી થતી જણાશે, જવાબદારી તમારા જીવનમાં જેમ જેમ દાખલ થતી જણાશે !! શુભ સવાર!!

ઈતિહાસમાં પહેલીવાર એવો સમય આવ્યો, કે માણસે જીવવા માટે પૈસા કમાવવાનું બંધ કરી દીધું !! શુભ સવાર!!

દુનિયામાં દોસ્તીનો સંબંધ જ ના હોત, તો ખબર જ ના પડતી કે પારકા લોકો પણ પોતાનાઓથી વધારે પ્રેમ કરી શકે છે !! શુભ સવાર!!

ગુજરાતી ગુડ મોર્નિંગ સુવિચાર 

જીવનમાં બસ એક જ નિયમ રાખો, જે આવે એને આવકારો અને જાય એને ધક્કો મારો !! શુભ સવાર

બારણા પર તો બધાનો આવકારો હોય છે, દિલ સુધી પહોંચો તો જાણો ખાનદાની કેટલી !! શુભ સવાર

इन्हे भी पढ़ें  :

40+ सफलता पर अनमोल विचार | Success Quotes in Hindi

Best Motivational quotes with positive सुप्रभात सुविचार |

40+ गुड मॉर्निंग अनमोल वचन इन हिंदी

सबसे अच्छे अनमोल वचन- 2023 | नए अनमोल वचन

45+sahas quotes in hindi-2023 | सर्वश्रेष्ठ सुविचार हिन्दी में

प्रेरणात्मक शायरी इन हिंदी | 2 लाइन प्रेरणादायक शायरी

વિરોધ કરવાની જબરદસ્ત રીત છે વૃક્ષો પાસે, કુપળ ત્યાંથી જ ફૂટશે જ્યાંથી એને કાપવામાં આવી હતી !! શુભ સવાર

ધીરે કહેવાની વાતમાં રાડ પડી, બસ ત્યાં જ સંબંધમાં તિરાડ પડી !! શુભ સવાર

બને તો સંબંધોની કદર કરો, કેમ કે પછી તસ્વીરોથી કોઈની કમી પૂરી નહીં થાય સાહેબ !! શુભ સવાર

મનની શાંતિ માટે ભૂલને ભૂલતા શીખવું જ પડે, પછી ભલે એ આપણી હોય કે કોઈ બીજાની !! શુભ સવાર

જયારે હાથ આસમાન સુધી ના પહોંચે, તો એકવાર વડીલોના આશીર્વાદ લઇ જોવા !! શુભ સવાર

સંબંધોનો ટ્રાફિક ત્યાં ખુબ રહે છે, જ્યાં વિશ્વાસ જેવો રોડ હોય છે !! શુભ સવાર

સુપ્રભાત ગુજરાતી શુભ સવાર સુવિચાર 

ગઈકાલની ખરાબ સ્મૃતિને ઊંચકીને જીવશો, તો આજનો દિવસ બોજારૂપ જ લાગશે સાહેબ !! શુભ સવાર

જિંદગીના તડકાને પણ સહન કરતા શીખો સાહેબ, એ છોડ મોટાભાગે સુકાઈ જાય છે જેનો ઉછેર છાંયામાં થાય છે !! શુભ સવાર

માટીની દીવાલો વધારે મજબુત હતી સાહેબ, સિમેન્ટની દીવાલો બન્યા પછી ઘર તુટવા લાગ્યા છે !! શુભ સવાર

જરૂરી નથી કે બધે તલવાર લઈને ફરો, ધારદાર ઈરાદાઓ પણ જીત અપાવે છે. શુભ સવાર

Gud morning quotes in gujarati 

“સાથ” અને “હાથ” ખભા પર “બોજ” નથી હોતા, પણ “અફસોસ” કે આવા લોકો જીવનમાં “રોજ” નથી હોતા !! ……….શુભ સવાર…..

પૈસા માનવ ઇતિહાસની સૌથી ખરાબ શોધ છે, પણ મનુષ્યના ચરિત્રને પારખવાની સૌથી વિશ્વસનીય સામગ્રી છે !! શુભ સવાર

ભાવ વગરનો અહીં બધાનો હાવભાવ છે, પરિસ્થિતિ પ્રમાણે બધાનો સ્વભાવ છે !! શુભ સવાર

ભાઈ ભાઈબંધ અને પડોશીની પ્રગતિ પર ક્યારેય ઈર્ષા ના કરવી સાહેબ, કારણ કે દુઃખના સમયે પહેલા એ જ આવીને ઉભા રહે છે !! શુભ સવાર !!